સુરતના પુણા ગામ સ્થિત તળાવ પાસે આવેલ સુમન શાળાની આસપાસ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગ ઉઠી છે.અગાઉ મેયર દક્ષેશ માવાણી એ મુલાકાત દરમ્યાન આ બાંધકામો દૂર કરવા અધિકારીઓને સૂચના આપી હતી.છતાં બાંધકામ દૂર થવાના બદલે હજી કરવામાં આવી રહ્યા છે.જે અંગે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ મેયર ને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુવાત કરી છે.