મોરબીના લીલાપરમા મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.૩૪) નામનો યુવક લીલાપર ફિટર હાઉસ પાસે ડૂબેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ લીલીપર ફિટર હાઉસ પાસે ડૂબેલ કિશોરભાઈ બચુભાઈ વાઘાણી નામના યુવકનો મૃતદેહ આજે મોરબીના બેઠા પુલ પાસેથી મળી આવ્યો હતો.