ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા સ્થાપિત સેવા કેન્દ્રની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી . આ સેવા કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્યો રીટાબેન પટેલ અને અલ્પેશ ઠાકોર તેમજ મેયર મીરાબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતુ.મુખ્યમંત્રીએ સેવા કેન્દ્રમાં વિશ્રામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સીધો સંવાદ કર્યો. તેમણે યાત્રિકોની સુખાકારી વિશે પૃચ્છા કરી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો