રાજયની ૧૩ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના ૨૫થી વધુ રાઉન્ડ યોજાઈ ચૂક્યા હોવા છતાં હજારો વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગ્રેજ્યુએશનમાં ૫૭૨૯ વિદ્યાર્થીઓને એકપણ કોલેજ મળી ન હતી. પ્રવેશથી વંચિત રહેલા આ વિદ્યાર્થીઓ માટે બીજો ખાસ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તા. ૮થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન આ ખાસ તબક્કામાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવશે.