પંચમહાલ જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જળસ્તર વધ્યા છે. નદીઓમાં નવા નીર ની આવક થઈ છે ખાસ કરીને ગોધરા શહેરના ફૂલ સૈયદ નજીક આવેલ મેસરી નદી પરનો ચેકડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થઈ રહ્યો છે. આ કારણે ચેકડેમ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના લીધે અવરજવર અટકી ગઈ છે.