અંબાજી માં ભાદરવ નો મેળો નિર્વિધ્ને સંપન્ન થતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા જિલ્લાના પત્રકારો સાથે મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી સમગ્ર મેળા દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને જિલ્લાના તમામ પત્રકારો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી ભાદરવી પૂનમના મહા મેળાના અવસરને વિવિધ માધ્યમો દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં પહોંચાડવાનું કાર્ય મીડિયા કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું