રાજકોટ શહેરના રામકૃષ્ણ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ ખાતે આવ્યા હતા. ત્યારે નેપાળમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે તેમને વાતચીત કરી હતી. તો સાથે જ જણાવ્યું હતું કે નેપાળની અંદર ગુજરાતીઓ તેમજ જે આપણા ભારતીય ફસાયા છે. તેમને સુરક્ષિત પરત લાવવા માટે આપણું વિદેશ મંત્રાલય કાર્યરત છે. તો સાથે જ નેપાળના કાઠમંડુમાં આપણું દૂતાવાસ આવેલું છે. તે પણ સતત આપણા ભારતીયોના સંપર્કમાં છે.