શંખેશ્વર તાલુકાના તારાનગર ગામની અનોખી પહેલ જોવા મળી હતી જેમા ગ્રામજનો ભેગા થઈ બેઠક કરી દારૂ,જુગારને તીલાંજલી આપવા કડક નિયમ બનાવ્યા હતા.યુવાધનને જુગાર અને દારૂની લતે ચઢતા અટકાવવા કડક નિયમ બનાવ્યા હતા.અને કોઈ પણ વ્યક્તિ દારૂ કે જુગાર રમતા પકડાશે તો નિયમ ભંગ કરનારને 11 હજારનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતોઅને દંડની રકમ ધાર્મિક કાર્યોમાં વાપરવાનો નિર્ણય કરાયો હતો.