ગોધરા-દાહોદ હાઈવે પર જ્યાં ઝૂડિયો શોરૂમની બાજુમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. વરસાદના દિવસોમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હતું, જેના કારણે ટ્રાફિક જામ થતો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે અગવડ પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.