જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વેપારી પોતાની દુકાનમાં નાશાકારક ચોકલેટનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યા હતા અને વેપારીની દુકાનમાંથી 1845 નંગ નશાકારક મનાતી ચોકલેટ કબજે કરી લીધી છે. ઝડપાયેલો જથ્થો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે. પોલીસે નશાકારક ચોકલેટનું વેચાણ કરનાર એક વેપારીની વધુ પૂછપરછ હાથ ધરી છે.