This browser does not support the video element.
ચોકબજાર માં ગણેશ વિસર્જન વેળાએ પરિવારથી વિખૂટા પડી ગયેલા બે બાળકોનો પરિવાર સાથે પુનઃમિલન કરાવતી sog
Majura, Surat | Sep 6, 2025
સુરત sog નો સ્ટાફ ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ શનિવારે ચોકબજાર સ્થિત હોપ પુલ નજીક પેટ્રોલિંગ માં હતી.જ્યાં બે માસૂમ બાળકો રડતી હાલતમાં મળી આવ્યા હતા.વાલી વારસો અંગે પૂછતા બાળક કશું બોલી શકવા સક્ષમ ન્હોતા જે બાદ તાત્કાલિક sog ની ટીમે બાળકોના વાલી વારસોને શોધી કાઢવા કામે લાગી હતી.જ્યાં બંને બાળકોના માતા પિતાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.પરિવાર સાથે પુનઃ મિલન કરાવતા હર્ષની લાગણી ઉભરી હતી.પોલીસની સરાહનીયની કામગીરી બદલ પરિવારે આભાર માન્યો.