બુધવારના 9:30 કલાકે રૂરલ પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ સરોધી નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલી હોટલમાં હોટલ સંચાલક અને તેના ભાગીદાર ટ્રકચાલકોને વિશ્વાસમાં લઈ તેઓ દ્વારા મુદ્દા માલ માલિકની જાણ બહાર સસ્તા ભાવે વેચાણ કરી દેવામાં આવી રહ્યો હોય અને વિશ્વાસઘાત કરવામાં આવતો હતો. જેમાં કુલ 1,50,900 નો વિશ્વાસઘાત કરનાર પાંચ સામે રૂરલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.