આજે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ઘાટલોડીયામાં આવેલા ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.જ્યારે નિચાણવાળા ભાગની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા.