ગુજરાત સરકાર દ્વારા 24 વર્ષના સફળ અને સુશાસન સભર નેતૃત્વના અવસરે રાજ્યભરમાં 7થી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી યોજાશે. આ અવધિ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા રોજિંદા થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રાજ્યના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે યુવાઓ, મહિલાઓ, ખેડૂતો સહિત સમાજના વિવિધ વર્ગોને જોડતી અનેક પહેલો હાથ ધરાશે.