વડોદરા : બીપીએસ સ્કૂલ પાસે આવેલી અંબિકા ધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર નામનો ઈસમ પીકઅપ ગાડીમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને પોતાના મકાનમાં ઉતારી રહ્યો છે.જે માહિતીને આધારે પાણીગેટ પોલીસ મથકની ટીમે રેડ કરતા રવિ ઝડપાયો હતો.સ્થળ પરથી વિદેશી શરાબની કાચની અને પ્લાસ્ટિકની શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 6.72 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બોલેરો પીકપ ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.