ગાંધીધામ તાલુકાના શિણાય-કિડાણા રોડ પર વરસાદી પાણી ભરાયેલા અંડરપાસમાં આજે સવારે બાર વાગ્યાની આસપાસ વિધાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી.અંડરપાસમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી બસ અટકી પડી હતી, જેના કારણે વિધાર્થીઓ ભયભીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. લોકોએ તમામ વિધાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.