જસદણના જસાપર-જીવાપર રોડ પર કાર નદીમાં ખાબકતા બે લોકોનો બચાવ. જસદણ તાલુકાના જસાપર-જીવાપર રોડ પર કાર નદીમાં ખાબકવાની ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના જસાપર અને જીવાપર ગામને જોડતા કોઝવે પર બની હતી. મળતી માહિતી મુજબ, કોઝવે પર શેવાળ (લીલ) હોવાને કારણે એક ઈકો કાર લપસીને કાર નદીમાં ખાબકી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા. જોકે, સદનસીબે સ્થાનિક લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા.