વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતો શખ્સ હાથમાં ખુલ્લી તલવાર લઇને દુકાન સંચાલક સાથે દાદાગીરી કરી રહ્યો હતો. જે ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેથી બાપોદ પોલીસે વાયરલ થયેલા વીડિયોને આધારે તપાસ હાથ ધરી ખુલ્લી તલવાર લઈ દુકાણધારકને ધમકાવનાર આરોપી જાવેદખાન પઠાણની હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.