ઉમરેઠ શહેરમાં જાગનાથ ભાગોળ વિસ્તારમાં સોમવારે રાત્રે 8 વાગ્યાના સુમારે એક હિન્દૂ યુવકને કોઈ કારણોસર મુસ્લિમ યુવાનોએ માર મારતા માહોલ તંગ બન્યો હતો.ઘટનાની જાણ થતા ઉમરેઠ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.