This browser does not support the video element.
અંજાર: શહેરમાં થયેલ ચીલઝડપના ગુનામાં સોનાનો વગર બીલે મુદામાલ લેનાર આરોપીને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Sep 30, 2025
રાહદારી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો પાસેથી સસ્તામાં સોનુ ખરીદીને ગુનામાં સહભાગી બનેલા સોનીની અંજાર પોલીસે ધરપકડ કરી છે.અંજાર પોલીસ મથકમાં ચીલઝડપના નોંધાયેલા બે ગુનામાં સોનાની ચેઈન ખરીદનારા બિપીનભાઈ શંકરભાઈ સોનીની અંજાર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ગાળેલા સોનાની અંદાજે ૪૫ હજારની કિંમતની બે લગડી કબજે કરી છે. અંજાર પીઆઈ એ.આર. ગોહિલ,પીએસઆઈ વાય.પી. ગોહિલ સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.