ગોંડલ તાલુકાના ગોમટા ગામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની પશ્ચિમ વિભાગ મુંબઈની અમદાવાદ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મેસર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટ્સ પ્રા. લિ. નામની કંપનીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન લગભગ 6500 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત આશરે 35 લાખ રૂપિયા છે. આ ઘીનો જથ્થો બિનઆરોગ્યપ્રદ હોવાનું જણાતાં તેનો નાશ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. FSSAIની ટીમે ગોમ