છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્કની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો વિકાસ સેવા સહકારી મંડલીના સભાસદો તેમના દૂધ ઉત્પાદનના રૂપીયા લેવા માટે વહેલી સવાર થી લાંબી લાઈનો લગાવતા હતા. તે સમસ્યાનું સમાધાન કરવા માટે વડોદરા દૂધ ડેરીના ઉપ પ્રમુખ જી. બી. સોલંકીના અથાક પ્રયત્નોથી નસવાડી માર્કેટ કમિટીમાં નવીન બિલ્ડીંગનું ઉદ્ધઘાટન આજરોજ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે થયુ હતું.