કાપોદ્રાની ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં કરોડોના હીરા ચોરીના તરકટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ભાગીરથ બિશ્નોઇ ને વરાછાના ઘનશ્યામ નગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.બ્રાન્ચે શુક્રવારે માહિતીના આધારે બપોરના સમય દરમિયાન વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. ફરાર આરોપીએ હાલ ઝડપાયેલા આરોપીને કારખાનાની તિજોરી ગેસ કટરથી કાપવા બોલાવ્યો હતો. જેના બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. જોકે ભાંડો ફૂટી ગયો હતો.