અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીના માર્ગદર્શન હેઠળ, વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે 'અભય યાત્રી' પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.