ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સુરતના 300 જેટલા શિક્ષકોએ પેપર તપાસતી વખતે મોટી ભૂલો કરી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે દરેક શિક્ષકને રૂ.2,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.પેપરના પુનઃમૂલ્યાંકન દરમિયાન આ બેદરકારી પ્રકાશમાં આવી હતી. ઘણા કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓના જવાબો સાચા હોવા છતાં તેમને માર્ક્સ આપવામાં આવ્યા ન હતા.