મૂળી તાલુકાના દાધોળિયા ગામે રહેતા ઘુસાભાઈ મનજીભાઈ બારૈયા પોતાનું બાઈક લઈ સરા ધ્રાંગધ્રા રોડ પર કામ અર્થે નીકળ્યા હોય તેવા સમયે મહાદેવગઢના પાટિયા નજીક અન્ય બાઇક ચાલક પુરઝડપે આવી આધેડને ઠોકરે ચડાવતા આધેડને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પામી હતી જેથી આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું જેથી બાઇક ચાલક જેન્તીભાઇ ગુલાબભાઈ શેટાણીયા વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.