આજે તારીખ 22/08/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે શ્રાવણ માસની સમાપ્તિમા નગરમાં સહુનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાઈ.ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા નગરપાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનુ આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં શ્રાવણ માસની સમાપ્તિ થવાના આરે છે તે હેતુથી નગરપાલિકા વિસ્તારના સહુ લોકો સુખી થાય તેમજ આનંદ પૂર્વ જીવન જીવે તેવા સુંદર આસય થી આ ધાર્મિક પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું.