સુરેન્દ્રનગર જિલ્લામાં 10 દિવસ બાદ વરસાદ થયો હતો. જેમાં ચોટીલામાં 1 ઈંચ, લીંબડી, થાન, ધ્રાગધ્રામાં અડધો ઇંચ અન્ય તાલુકામાં ઝરમર વરસ્યો હતો. આથી ગુરૂવારે લઘુતમ તાપમાન 25.0 અને મહત્તમ 30.0 ડિગ્રી તથા હવાની ગતિ 14 કિમી, ભેજ 75 ટકા નોંધાયો હતો.જિલ્લામાં સાંજ સુધીમાં ક્યાય વરસાદ થયો ન હતો. બાદમાં મોડી સાંજે અચાનક વાતાવરણ પલટો આવ્યો હતો.જેમાં ચોટીલામાં 24, ધ્રાંગધ્રા 14, લીંબડી 14, થાન 12, સાયલા 5, દસાડા 4 મીમી એમ કુલ 73 મીમી વરસાદ થયો હતો.