ગોધરા શહેરમાં આવેલા ગોન્દ્રા વિસ્તાર માં, મેસરી નદીના કાંઠે આવેલા ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં. ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી ગાંડીતુર બની હતી, જેના પરિણામે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આ કપરા સમયે, ગોન્દ્રા વિસ્તારમાં આવેલી દાવાત હોટલના માલિકે એક સરાહનીય પહેલ કરી. સવારે જ્યારે તેઓ હોટલે જઈ રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે લોકોનાં ઘરો પાણીમાં ડૂબી ગયાં છે