*📢મહુવા તાલુકાના મોટાખુટવડા અને ઉગલવાણ ને જોડતો પુલ ધોવાયો 📢* મોટાખુંટવડા-ઉગલવાણ વચ્ચેનો પુલ ધોવાયો, બંને ગામો વચ્ચે અવરજવર ઠપ ચોમાસાની ઝાપટાં સાથે મહુવા તાલુકામાં માળખાકીય સુવિધાઓને ભારે આંચકો પહોંચ્યો છે. ગામોને જોડતા રસ્તા અને પુલોમાં નુકસાન વધી રહ્યું છે. ભારે વરસાદના પ્રવાહમાં મોટાખુંટવડા અને ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.