હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના મોટાભાઈ કિડની અને લીવરની બીમારીમાં સપડાઈ જતા નાણાકીય જરૂરત ઉભી થતા અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી મહિને 10થી 30 ટકા ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વ્યાજખોરોએ શિક્ષકના બે એક્ટિવા મોટર સાયકલ અને મકાન પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરતા ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.