કંડલા એરપોર્ટ ડાયરેક્ટર ટી ભીકુ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે કંડલા એરપોર્ટ ખાતેથી બપોરના 2: 41 મિનિટે ફ્લાઈટ નંબર SEJ. 2906 ઉડાન ભર્યા બાદ પાછળનું એક ટાયર કંડલા એરપોર્ટ ખાતે છૂટી ગયું હતું, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.જોકે પાઈલટની સમજદારી અને સમયસૂચકતાના કારણે મુંબઈ ખાતે 3:13 મિનિટે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું હતું. આ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારવામાં આવ્યા હતા.