જૂનાગઢની પ્રાચીન ગરબીઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી “જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ” દ્વારા ગરબીમાં પ્રથમ વાલીએ સોરઠ દરગાહ અને મિયામામુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી અને બાદમાં માની આરાધના કરીને ગરબીનું છેલ્લા 65 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાતજાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે રાસ રમીને માતાજીની આરાધના કરે છે.