This browser does not support the video element.
પાટણ જીમખાના મેદાન ખાતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવનો પ્રારંભ થયો,સાંસદ અને કલેકટર રહ્યા હાજર
Patan City, Patan | Aug 29, 2025
પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ જિલ્લા રમત ગમત સંકુલ, પાટણ ખાતે યોજાયો હતો. ખેલ રત્ન મેનેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ખેલ મહોત્સવમાં ક્રિકેટ,ખુસ્તી,જુડો,બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્કેટિંગની સ્પર્ધા થશે