સુરતના રાંદેરમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર, જે અત્યાર સુધી 'પાકિસ્તાની મહોલ્લા' તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લા' કરી દેવામાં આવ્યું છે. આઝાદીના દિવસની પૂર્વસંધ્યાએ થયેલા આ નામકરણથી સ્થાનિકોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.વર્ષો પહેલા દેશના ભાગલા પડ્યા ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પાકિસ્તાનથી સુરતના રામનગર વિસ્તારમાં સ્થાયી થયા હતા.