વડોદરા : શહેર નજીક આવેલા તલસટ ગામના સરપંચ નવનીત ઠાકોરને કેટલાક લોકો દ્વારા તેઓને માનસિક રીતે હેરાન કરી રહ્યા હોય બિલો પાસ કરવા નહીં દેતા ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.દવા પીધા બાદ સરપંચે પોતાના ભાઈને ફોન કર્યો હતો.જોકે ભાઈએ પ્રથમ ફોન ઉઠાવ્યો ન હતો અને પછી સામેથી ફોન કરતા સરપંચે કેટલાક લોકો હેરાન કરી રહ્યા હોવાથી આ પગલું ભર્યું હોવાની કેફિયત વર્ણવી હતી.ત્યારે,એસએસજી હોસ્પિટલ ખાતેથી સરપંચના નાના ભાઈ હિતેશભાઈએ વધુ માહિતી આપી હતી.