આજે તારીખ 03/09/2025 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના તમામ ૯ તાલુકામાંથી ૭-૭ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની આદિ કર્મયોગી તરીકે બ્લોક માસ્ટર ટ્રેનરની નિયુક્તિ કરવામાં આવી.ભારત સરકાર દ્વારા આદિ કર્મયોગી અભિયાનના અમલ માટે રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા વર્ધન માટે તાલીમ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.