કાલોલના વિનાયક ગ્રુપ અને ફ્રેન્ડ્સ ગ્રુપના ગણપતિ દાદાનાં ભવ્ય આગમનની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ૧૮ પંચમહાલ લોક સભાના સાંસદ રાજપાલસિંહ જાદવે હાજરી આપી હતી અને આરતી કરી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં અને વિઘ્નહર્તા ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.