નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં આદિવાસી સાંસ્કૃતિક ભવન, આહવા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આહવા દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમલીત વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમ યોજના હેઠળના ડાંગ જિલ્લાના ૩૩૮ લાભાર્થીઓને ટૂલ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.