સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે.કડોદરાના ઝોલવા ગામે મટકી ફોડતી વખતે નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 21 વર્ષીય યુવક જયેશસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.આ ઘટનાને પગલે પરિવારમાં શોક અને રોષનું વાતાવરણ છે અને તેમણે જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.મૂળ ઉત્તર પ્રદેશનો વતની જયેશસિંહ, કડોદરાના ઝોલવા ખાતે મટકી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લેતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો.