ગાંધીનગરના રાંદેસણ સર્વિસ રોડ પર 25 જુલાઈના રોજ થયેલા ભયંકર અકસ્માતના 17 દિવસ બાદ FSL રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ આરોપી હિતેશ પટેલે 30 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટવાળા રોડ પર 83 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાંદેસણના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે કાર હંકારીને હિતેશ પટેલે પાંચ વ્યક્તિઓને કચડી નાંખ્યા હતા. આ ચકચારી અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત પણ નિપજ્યા હતા.