ભાદરવી પૂનમને ગણતરુણા દિવસો બાકી છે. લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે. મંગળવારે બપોરે 12 વાગ્યા મુજબ હજુ પણ માણસા પંથકમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પગપાળા જઇ રહ્યા છે. સમગ્ર પંથક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. ઠેર ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ લગાવવામાં આવ્યા છે. ઠેર ઠેર જનજાગૃતિ માટે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે. તો બીજી પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો પણ સંદેશ અપાયો હતો.