વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રીફ્રેશર અને ઓરિયન્ટેશન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડીના કોટલાવ ખાતે કે વી કે ફાર્મર ટ્રેનિંગ હોલમાં જિલ્લાના બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરો માટે તાલીમ યોજાઈ હતી, જ્યાં નિયામક એ.કે. કલસરીયા અને જિલ્લા કૉ-ઓર્ડિનેટર ભાવિન આર. પટેલની ઉપસ્થિતિ રહી હતી.