This browser does not support the video element.
વડોદરા પૂર્વ: કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયો
Vadodara East, Vadodara | Aug 29, 2025
સારાભાઇ કેમ્પસમાં બે દુકાનોના તાળાં તોડી ચોરીના કેસમાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ એમએસસી થયેલા ક્રિયેશ પ્રવિણભાઇ પટેલ (રહે. ખારવા કુવા ફળિયું, જલુંધ ગામ,તા. ખંભાત,જિ. આણંદ)ને ઝડપી પાડયો હતો.તેણે એક મોટરસાઇકલ પણ ચોરી હતી અને ભરૃચના મેડિકલ સ્ટોરમાં પણ ચોરી કરી હોવાની વિગતો ખૂલી હતી.કેનેડા રિટર્ન યુવકની તેજસ્વી કારકીર્દી કેવી રીતે રગદોળાઇ ગઇ તેની વિગતો પણ પોલીસ કર્મીઓમાં ચર્ચાનો વિષય બની હતી.