થરાદ તાલુકાના ખોડા ગામમાં કૌટુંબિક વિવાદમાં હિંસક ઘટના સામે આવી છે. કૈલાશબેન નોંધાવેલી ફરિયાદ મુજબ, 20 આૅગસ્ટ 2025ના રોજ સાંજે છ વાગ્યે તેઓ પાંચાભાઇ પટેલના ખેતરમાં બાજરી વાવી રહ્યા હતા. આ દરમિયાન તેમના જેઠ જગાભાઈ, ભમરાભાઈ, ખેતાભાઈ અને દિવાળીબેન ગોહિલ ત્યાં આવ્યા. તેમણે કૈલાશબેનને ગાળો આપી અને લાકડીઓથી માર માર્યો. આરોપીઓએ કૈલાશબેનને ઘસડીને રસ્તા પર લઈ ગયા.