ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ખાતે ચેસ સ્વદેશ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર ગુજરાત ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઓપન, અન્ડર 17, અન્ડર 11 અને સ્પેશ્યલ કેટેગરીમાં અનેક શહેરોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિજેતાઓને એડવોકેટ પરિમલ પાઠકના હસ્તે પુરસ્કાર અપાયા.