છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે વરસાદની સ્થિતિના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના સમારકામ માટેની ઝડપી અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં ઝાબથી પાણીબારા રોડ અને કડીપાણીથી હાફેશ્વર રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગ પરના ખાડાઓનું યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.