નેશનલ હાઇવે નંબર 48 પર આરક સિસોદ્રા પાટીયા નજીક એક દુઃખદાયક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, કાર નંબર GJ05JB 6709 ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવતાં મોપેડને અડફેટ લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મોપેડ સવાર વ્યક્તિએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના સ્થળે પહોંચેલા વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ જવાનો ટ્રાફિક વ્યવસ્થા હળવી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.