નવસારી મહાનગરપાલિકા દ્વારા ગત ઓગસ્ટ માસ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ દરમ્યાન કુલ 112 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરીને કુલ 1.68 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી હતી. ઉપરાંત, 850 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.