મોરબીમાં આજે રવિવારે રજાનો દિવસ હોય ઉપરાંત રાંદલ ઉત્સવોના આયોજનો હોય જેથી શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ રાજપર ચોકડી, પંચાસર ચોકડી, ઉમિયા સર્કલ, દલવાડી સર્કલ તેમજ શનાળાથી નવલખી સુધી ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.